શ્રીમતી કે એ પટેલ ગર્લ્સ હાઇસ્કુલ ચાણસ્મા ખાતે ભારતમાતા પૂજન તથા તેજસ્વી વિદ્યાર્થીનીઓને એવોર્ડ સન્માન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, પાટણ

         આપણા દેશમાં આઝાદી પ્રાપ્તિના 75 વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહ્યી છે તેના ભાગરૂપે પહેલી ઓગસ્ટના રોજ ભારત માતા પૂજન નો કાર્યક્રમ શારદાબા સંસ્કાર ભવન, ચાણસ્મા ખાતે યોજાયો હતો આ પ્રસંગે ચાણસ્મા નગરના ગાંધીવાદી શ્રેષ્ટી શ્રી નાથાભાઈ જે સથવારા તથા ચાણસ્મા કેળવણી મંડળના મંત્રીઓ બચુભાઈ એચ પટેલ, કુમારી શોભનાબેન બી પટેલ તથા શ્રેષ્ઠ એવોર્ડ ના દાતા શાહ ચંદ્રાવતીબેન મહાસુખલાલ ત્રિકમલાલ પરિવારના ચેતનભાઇ શાહ હાજર રહ્યા હતા. મહેમાન ઓ દ્વારા ભારત માતાના ફોટાનું પૂજન કરવામાં આવ્યું હતું અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું શાળાની બાળાઓ દ્વારા દેશભક્તિ અભિનય ગીત તથા‌ વેશભૂષા દ્વારા કાર્યક્રમને રોચક બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધોરણ 10 અને 12 માં બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનીઓ ને પ્રતિભા સંપન્ન શિલ્ડ અને ચાંદીનો સિક્કો આપી સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ શાહ ચંદ્રાવતીબેન મહાસુખલાલ ત્રીકમલાલ પરિવાર તરફથી આપવામાં આવેલ છે હસ્તે ચેતનભાઇ શાહ તથા કલ્પેશભાઈ શાહ દ્વારા આપવામાં આવેલ છે તેમજ શાળામાં અભ્યાસ કરતી માતા પિતા જેમના હયાત નથી તેવી વિદ્યાર્થીનીઓને શાહ ત્રીકમલાલ વાડીલાલ તરફથી તરફથી વિનામૂલ્ય ગણવેશ આપવાની આજીવન જાહેરાત કરવામાં આવી હતી શાળાના આચાર્ય સોનલબેન બી પટેલે આઝાદી પર્વની શુભેચ્છા પાઠવી હતી તેમજ તેજસ્વી તારલાઓને પ્રગતિના સોપાન સર કરી આગળ વધવાનું જણાવ્યું હતું દાતા પરિવારના ચેતનભાઇ શાહએ જણાવ્યું હતું કે જીવનના ઘડતરમાં માતા-પિતા અને શાળાનો મોટો ફાળો રહેલો છે તમામ કાર્યક્રમનું સંચાલન શાળાના સુપરવાઇઝર ચંદુભાઈ એન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો આભાર પ્રસ્તાવ રમેશભાઈ લીમ્બાચીયા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ ખૂબ જ સુંદર અને પ્રેરક જોવા મળ્યો હતો.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment