ભાભર માં આજે બીજી વખત ગૌશાળા ના સંચાલકો રોડ ઉપર આવી ગયા હતા

ભાભર,

જલારામ ગૌશાળા ભાભર તથા ભાભર આજુબાજુ આવેલી શાખાઓ માં દસ હજાર થી વધુ માંદી, લુલી, લંગડી ગાયો ની સેવા કરવામાં આવે છે. ત્રણશો જેટલા કર્મચારીઓ કામ કરે છે જેમાં તમામ ખર્ચ વાર્ષિક પંદર કરોડ રૂપિયા થઈ જાય છે. હાલ વર્તમાન સમયમાં કોરોના સંકટ ના હિસાબે વેપારી મિત્રો ના ધંધો રોજગાર મંદીના માહોલ થી દાન ની આવક નહીંવત્ થઈ જતાં ગૌશાળા ના ઘાસચારો ના ગોડાઉન ખાલી થઈ જતાં હાલ ગાયો ને ખવરાવવા ઘાસચારો પણ નથી અને ગૌશાળા ઉપર તોતિંગ દેવુ વધી જતાં હાલ ઘાસચારો લાવવા માટે નાણાં પણ નથી, ત્યારે વર્તમાન પરિસ્થિતિ જોઇ ને છેલ્લા ચાર મહિનાથી થી સરકાર ને વારંમ વાર રજૂઆત કરતા પણ આ સરકાર નિંદ્રામાં જગાવવા માટે છેલ્લા પંદર દિવસથી આંદોલન કરવામાં આવ્યુ હતું.

જેમાં આજ રોજ આ બીજી વખત ગૌશાળા ના સંચાલકો અને ગૌભકતો એ ગાયો હાઇવે સુધી છોડી હતી અને જણાવ્યું હતું કે આવતા ટુક સમય માં માંગણી સ્વીકારવા માં નહી આવે તો જે પણ પરિણામ આવે તેના જવાબદાર સરકાર બનસે એવુ ગૌશાળા ના સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું. જેમાં આજે સવાર થી રામધુન સાથે આ આંદોલન કરવા માં આવ્યુ હતું.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment