કેશોદ ના મુસ્લિમ સમાજ ના દાતા ઓ ના સહયોગ થી કેશોદ માં સમસ્ત જ્ઞાતિ જનો ને રાસન કીટ નું વિતરણ કરવામાં આવ્યું

કેશોદ,

કેશોદ માં મુસ્લિમ સમાજ સમાજ ના દાતાશ્રીઓ તરફ થી કેશોદ ના તમામ જ્ઞાતિ ના જરૂરિયાત મંદ લોકો ને લોકડાઉન સંદર્ભે 700 જેટલી રાસન કીટ નું વિતરણ કર્યું હતું. જે તમામ કિટો કેશોદ ના મુસ્લિમ સમાજ ના દાતાશ્રી ઓ ના સહયોગ થી વિતરણ કરવામાં આવેલ હતી, તેમજ હાલ માં રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે કેશોદ ના મુસ્લિમ સમાજ ના જરૂરિયાત વાળા લોકો ને હાલ 250 જેટલી કિટો વિતરણ કરવામાં આવેલ હતી. જેમાં કુલ 20 જેટલી વસ્તુ જે નીચે મુજબ ના માલ નું વિતરણ કરવામાં આવ્યું.

જેમાં ઘઉં. ૫ કિલો, તેલ ૨. કિલો, ચોખા ૨ કિલો, ખાંડ ૨. કિલો, ચા ભુકી ૨૫૦ ગ્રામ, બટાટા ૪. કિલો, ડુંગરી ૪ કિલો, ચણાનો લોટ ૧ કિલો, ખજુર ૧ કિલો, ગોળ ૧ કિલો, ચટણી ૫૦૦ ગ્રામ, હરદર ૨૫૦ ગ્રામ, ધાણાજીરૂ ૨૫૦ ગ્રામ, ચણાદાળ ૫૦૦ ગ્રામ, તુવેર દાળ ૫૦૦ ગ્રામ, મગ ભરડો ૫૦૦ ગ્રામ, રવો ૫૦૦ ગ્રામ પેકેટ, મેદાની સેવ ૨ પેકેટ, શરબત શીશો ૧, મીઠું ની થેલી ૧, જેમણે આ માલ આપેલ છે તે તમામ દાતાશ્રી ઓ નો કેશોદ ના મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment