રાજકોટ શહેર જાહેરમાં થૂંકનારા B.J.P. ના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મનપાએ ૫૦૦નો દંડ ભર્યો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ અરવિંદભાઇ રૈયાણી રાજકોટના કોર્પોરેટરની સાથે સાથે પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ છે. પોતાના આવા વર્તનને કારણે તેઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. હાલ કોરોનાને પગલે લોકડાઉનને કારણે ફસાયેલા લોકો માટે અરવિંદ રૈયાણી ૩ રાહતના રસોડા પોતાના વિસ્તારમાં ચલાવે છે. ત્યારે પોતાના રાહતના રસોડામાં કામ દરમિયાન જ તેઓ માવો ખાઇને થૂંકયા હતા. તેમની આવી હરકતનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. વિડિયો વાયરલ થતા લોકોએ તેમના પર ફિટકાર વરસાવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર અને નાગરિકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

જાહેરમાં થૂકવાથી કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. આવામાં જો સામાન્ય લોકો સામે આવુ વર્તન કરે તો મનપા તેમની સામે કડક કાર્યવાહી કરે છે. ત્યારે જોવુ એ રહ્યું કે હવે ભાજપના આ ધારાસભ્ય સામે શું કાર્યવાહી થાય છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment