ડભોઇ,
ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઇકચાલક ને કાર ચાલકે ટક્કર મારતાં બાઈકચાલક રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલીક તેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર ડભોઇ શિનોર ચોકડી પાસે પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઇ