વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું મહુવા તાલુકાનાં ખરેડ ગામનાં વાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

આજરોજ ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં ખરેડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાનાં રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. 

સરકારના વિવિધ વિભાગો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી તેમજ ગ્રામજનોએ પ્રજાલક્ષી યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળી હતી. આ તકે શ્રી ખરેડ પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા યોગ થકી રોગમુક્ત બની શકાય તે અંતર્ગત યોગ કરવામાં આવ્યા હતા અને લોકોને યોગ કરવા માટે નિર્વાહન કર્યું હતું.

 મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનાં લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે લાભાર્થીઓએ પોતાના અનુભવો પણ આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઇને જણાવ્યા હતા. 

આ પ્રસંગે મહુવાનાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, મહુવા નાયબ કલેકટર ઇશિતા મેર, લાભાર્થીઓ તેમજ અન્ય વિભાગનાં અધિકારી ઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment