હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ સંજેલી તાલુકાની આગંણવાડી કાર્યકર બહેનોની તાલુકા પંચાયત હોલ ખાતે જોબ તાલીમ યોજાઇ હતી.
આ તાલીમમા બાળ પોષણ અને આરોગ્ય સંબંધિત જાગૃતિ, પ્રી-સ્કૂલ શિક્ષણની અસરકારક પદ્ધતિઓ, વૃદ્ધિ માપન અને રેકોર્ડ જાળવણી, માતા-બાળ આરોગ્ય અને રસીકરણ અંગેની માહિતી, સમુદાય સાથે સંવાદ અને સંકલન તેમજ કૌશલ્ય વર્ધન ઉપર તાલીમ આપવામાં આવી હતી.
જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણએ જણાવ્યું હતું કે આ પ્રકારની તાલીમથી આંગણવાડી કેન્દ્રોની સેવાઓમાં ગુણાત્મક સુધારો થશે અને ગામડાં તથા શહેરી વિસ્તારોમાં બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે.
આ તાલીમનો મુખ્ય હેતુ કાર્યકરોની કાર્યક્ષમતા વધારવી, બાળ વિકાસ સેવાઓની ગુણવત્તા સુધારવી અને ગર્ભવતી તથા ધાત્રી માતાઓ તેમજ ૦ થી ૬ વર્ષના બાળકોને સુધી તમામ લાભ પહોંચાડવાનો છે.
તાલીમ દરમિયાન બહેનોને નિર્ધારિત મોડ્યુલ અનુસાર વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ બહેનોએ ઉત્સાહ અને રસપૂર્વક તાલીમમાં સક્રિય ભાગ લીધો હતો
