બાલાશિનોર તાલુકાના જેઠોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાયા

હિન્દ ન્યુઝ, મહિસાગર 

  હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી કરવા તથા છેવાડાના ગામોને સો ટકા સુધી યોજનાઓનો લાભ પહોચાડવા માટે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ બાલાશિનોર તાલુકાના જેઠોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.

 વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા મહીસાગર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે. જેની ઝાંખી વિકસિત ભારત યાત્રામાં જોઇ શકાય છે. ત્યારે જેઠોલી ગામે ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાની સાથે સાથે લાભાર્થીઓએ પોતાના અનુભવો “મેરી કહાની મેરી ઝુબાની” થીમ અંતર્ગત જણાવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ,રથ કન્વિનર અજમેલસિંહ પરમાર, સરપંચ, જિલ્લા તાલુકાના વિવિધ અધિકારીઓ-પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

Related posts

Leave a Comment