અગ્રણી રમેશભાઈ મૂંગરાના અધ્યક્ષ સ્થાને સૂર્યપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

     વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.15મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જામનગર તાલુકાના સૂર્યપરા ગામે અગ્રણી રમેશભાઈ મૂંગરાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં વડાપ્રધાનના રેકોર્ડેડ સંદેશ, શપથના વિડીઓનું પ્રસારણ તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોએ લાભો એનાયત કર્યા હતા.

Related posts

Leave a Comment