બોટાદ ખાતે સરકારી હાઈસ્કુલના પટાંગણમાં ૧૫ મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં ૧૫ મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી બોટાદ સ્થિત સરકારી હાઈસ્કુલ ખાતે થનાર છે. સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી માન. રાજયકક્ષાનાં મંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિનોદભાઈ મોરડીયા ના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. રાષ્ટ્રભકિતના અનોખા માહોલ વચ્ચે બોટાદવાસીઓ રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. બોટાદ ખાતે યોજાનાર આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં જિલ્લાવાસીઓને સહભાગી બનવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

Related posts

Leave a Comment