કુદરતી હાજતે જતા ટ્રેનગાડી નીચે આવીજતા ડભોઈ વેરાઈ વાસહતના યુવાનનું મૃત્યુ

હિન્દ ન્યૂઝ, ડભોઈ

તા-૧૩/૦૧/૨૦૨૧ ના રોજ રાતના આશરે નવેક વાગે ઘર થી ખાઈ પરવારીને અલ્પેશ દિનેશ રાઠવા અને તેઓના નાના ભાઈ અજિત દિનેશ રાઠવા પોતાના રેલ્વે કોઠીવાળા વાગામાં આવેલ ખેતરમાં ડાંગરની રોપણી કરેલ હોઈ પાકને ભૂંડો અને અન્ય જાનવરોના ઉપ્રદવ થી બચાવવા અર્થે ખેતર સાચવણી કરવા ગયેલ હતા.

જ્યારે રાત્રે દસ વાગ્યાના સુમારે મરનાર અજિત રાઠવાને કુદરતી હાજત આવતા પોતાના મોટા ભાઈ અલ્પેશ રાઠવાને કહી બેટરી લઈ રેલ્વે લાઈન તરફ કુદરતી હાજતે ગયેલ હતો. જ્યારે સાડા દસ વાગે કોઈ અજાણ્યા યુવક દ્વારા રેલગાડીમાં કોઈ કપાઈ ગયું છે ની બુમો પાડી અલ્પેશ રાઠવાને ઓળખવા હેતુસર બોલાવતા તેઓ બેટરી લઈ સ્થળ પર જઈ બેટરીના અજવાળે જોતા તે કપાઈ ગયેલ યુવક પોતાનોજ ભાઈ અજિત દિનેશ રાઠવા ઉ.વ-૧૬ નાઓ હોવાનું જણાવ્યું હતું. સાથે અજિત રાઠવાનું પેટ ના ભાગે થી કપાઈ ગયેલ હોય અને થડીક દૂર કમર નો નીચેનો પગોનો ભાગ તથા શરીરનો અંદરના ભાગ આંતરડા સહિત ના અવયવો બહાર નીકળી ગયેલ શરીર ના બે ટુકડા થઇજતા અજિત રાઠવાનું ઘટના સ્થળેજ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

જ્યારે આ બનાવની જાણ સગા સબધિઓ ને થતા ઘટના સ્થળે પહોંચી ડભોઈ પોલિશ સ્ટેશનમાં ટેલિફોનિક જાણ કરાતા ડભોઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી મૃતકની લાશ ને ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment