થરાદ પંથકમાં ઉતરાયણ પર્વની કરાઈ ઠેર ઠેર જગ્યાએ ઉજવણી

હિન્દ ન્યૂઝ, થરાદ

૧૪મી જાન્યુઆરી એ પતંગોત્સવ અને દાન પૂણ્ય માટેનો શ્રેષ્ઠ તહેવાર માનવામાં આવે છે. જોકે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોઈ આ દિવસેથી દિવસ અને રાત સરખા અનુભવાતા હોઈ આવા પવિત્ર દિન નિમિત્તે ઉતરાયણ પર્વની પતંગ ઉડાડી તેમજ વિવિધ વાનગીઓ બનાવી દાન- પુણ્ય થકી આ પર્વની ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરાય છે ત્યારે બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના કળશ લુવાણા ગામે સેવાભાવી ગ્રામજનો દ્વારા કૂતરાઓને માટે લાડું બનાવવાની વર્ષોજૂની પરંપરા છેલ્લા કેટલાંય સમયથી અકબંધ હોઈ સાર્થક ઉજવણી કરાઈ હતી. તો વળી કેટલીક જગ્યાએ ઘાસચારો અને નાંણાકીય દાન આપી તેમજ થરાદ પંથકમાં પતંગોત્સવ મનાવી ઉજવણી કરાતી હોઈ ઠેર ઠેર જગ્યાએ ઉતરાયણ પર્વની સાર્થક ઉજવણી કરાઈ હતી.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment