બોટાદ જિલ્લો બન્યો તિરંગામય, સાધુ-સંતોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લીધો

હિન્દ ન્યુઝ, બોટાદ

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખુબ જ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રકારે ઉજવણી થઈ રહી છે. હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશ તિરંગામય બન્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં સામાન્ય નાગરિકથી માંડીને સાધુ-સંતો પણ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયા છે.

બોટાદ જિલ્લાના પાંચપડા વિસ્તારમાં આવેલા ભજનાનંદ આશ્રમ ખાતે સાધુ-સંતો, સેવકો, નાગરિકો અને નાના બાળકોની હાજરીમાં હર ઘર તિરંગા અભિયાનને ઉત્સવની જેમ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં લોકોમાં રાષ્ટ્રપ્રેમનો ભાવ ઉજાગર થાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતીજી આ અવસરે શુભેચ્છા પાઠવી હતી.

આત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, અત્યારે સાંપ્રત સમયમાં તન, મન અને ધનની સમૃદ્ધિ માટે એક જ રસ્તો છે કે, વ્યક્તિએ રાષ્ટ્ર માટે સમર્પિત થવું જોઈએ. જેથી વિશ્વના ગુરૂસ્થાને પહોંચી શકાય. હર ઘર તિરંગા જેવા અભિયાન થકી સમગ્ર દેશને એક થવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment