આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે ઇવીએમ-વીવીપેટ મશીન્સનું સેકન્ડ રેન્ડમાઈઝેશન સંપન્ન

હિન્દ ન્યુઝ, આણંદ 

    આણંદ જિલ્લાની ૧૧૧- ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે ઇવીએમ-વીવીપેટ મશીનોનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન EMS સોફ્ટવેર મારફત ઓબ્ઝર્વર તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની ઉપસ્થિતિમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે કરવામાં આવ્યું હતું. રેન્ડમાઈઝેશનના અંતે કોમ્પ્યુટરાઈઝડ જનરેટ થયેલા ઈવીએમ-વીવીપેટની વિધાનસભા મતવિભાગવાર યાદીઓ મુજબ વિધાનસભા મતવિભાગોના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇવીએમ-વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. ઇવીએમ-વીવીપેટના સેકન્ડ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ EVMની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવી હતી.

 

Related posts

Leave a Comment