હિન્દ ન્યુઝ, ડાંગ
વઘઈ તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ વાઘમાળ ગામ આજે પશુપાલન ક્ષેત્રે પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. વર્ષ 2006થી કાર્યરત મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં હાલમાં 77 પશુપાલકો જોડાયેલા છે અને ગામના 80થી 90 ટકા પરિવારો પશુપાલન સાથે સંકળાયેલા છે.
✅ વર્ષ 2025-26 દરમિયાન 3.51 લાખ લિટર દૂધનું સંપાદન
💰 કુલ આવક ₹1.32 કરોડથી વધુ
📈 દર મહિને સરેરાશ ₹10 લાખથી વધુની આવક
પશુપાલક શ્રીમતી લલિતાબેન ભોયે જણાવે છે કે ખેતી સાથે પશુપાલનથી ઘરઆંગણે રોજગારી મળી રહે છે, નિયમિત આવક થાય છે અને બહારગામ મજૂરી માટે જવું પડતું નથી.
ડાંગ જિલ્લામાં હાલમાં 194 મહિલા સંચાલિત દૂધ મંડળીઓ કાર્યરત છે, જેમાં 11,017થી વધુ સભાસદો જોડાયેલા છે. વર્ષ 2025-26 દરમિયાન જિલ્લામાં 2.65 કરોડ લિટર દૂધનું સંપાદન થતાં પશુપાલકોને આશરે ₹110 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
🌱 શ્વેતક્રાંતિ થકી ગ્રામ્ય અર્થતંત્રને નવી દિશા – આત્મનિર્ભર ડાંગ તરફ એક મજબૂત પગલું.
