ખંભાળિયા ખાતે અબોલ પશુઓની સેવા અને સારવારમાં નિરંતર કાર્યરત એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ ને નવી સિધ્ધિ પ્રાપ્ત થઈ

હિન્દ ન્યુઝ, ખંભાળિયા 

ખંભાળિયા ની જાણીતી પશુ સેવા સંસ્થા એ અવારનવાર નવી સિદ્ધિઓ હાંસિલ કરી સમગ્ર જિલ્લામાં અનોખો ઈતિહાસ રચ્યો છે.

    છેલ્લા કેટલાક સમયથી અબોલ પશુઓની સેવા અને સારવારમાં નિરંતર કાર્યરત એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ એ અનેક સફળતાઓના શિખરો સર કર્યા છે. તાજેતરમાં વડોદરા ખાતે પ્રતિષ્ઠિત ગુજરાત ગૌરવ એવોર્ડ હાંસિલ કરીને સંસ્થાના કાર્યકરોમાં નવો ઉમંગ અને ઉત્સાહ જગાવ્યો છે.

     અબોલ પશુઓની સેવા માટે સંસ્થાનો વધતો વ્યાપ અને કાર્ય પ્રત્યેની લાગણીને કારણે સમગ્ર જિલ્લામાંથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે, જે સંસ્થાને વધુ ઉત્તમ કાર્ય કરવા પ્રેરણા પૂરું પાડે છે.

Related posts

Leave a Comment