હિન્દ ન્યુઝ, પાલીતાણા
આગામી તા. ૧૯/૦૪/૨૦૨૬ થી તા. ૨૦/૦૪/૨૦૨૬ ના રોજ અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે. જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુસર પાલીતાણા છેલ્લા ચકલાથી જય તળેટી સુધીનાં જાહેર રોડની બંને સાઈડમાં તા. ૧૯/૦૪/૨૦૨૬ થી તા. ૨૦/૦૪/૨૦૨૬ (દિન-ર) માટે વાહન પાર્કીંગ ન કરેતે માટેનું “નો પાર્કીંગ” નું જાહેરનામું પ્રસિધ્ધ કરવા ઉચિત જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા છેલ્લા ચકલાથી જય તળેટી સુધીનાં જાહેર રોડની બંને સાઈડમાં “નો પાર્કીંગ ઝોન” જાહેર કરેલ છે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના દરજજાના ન હોય તેવા ફરજ ઉપરના કોઈપણ અધિકારી અધિકૃત રહેશે. આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ શિક્ષા થશે.
