માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા વેરાવળ-તાલાલાના રસ્તા પર પેચવર્કનું કામ કરાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા માર્ગોની મરામત કામગીરી પ્રગતિમાં છે.

માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા જિલ્લાના રસ્તાઓ પર યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જે કડીમાં વિભાગ દ્વારા વેરાવળ-તાલાલાના રસ્તા પર પેચવર્કનું કામ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખની છે કે, વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા જિલ્લામાં પેચવર્ક, ક્ષતિગ્રસ્ત માર્ગ સપાટીની મરામત તથા જરૂરી સ્થળોએ માર્ગને વાહનવ્યવહારલાયક બનાવવા માટે સતત કામગીરી ચાલી રહી છે.

Related posts

Leave a Comment