ગીર સોમનાથ કલેક્ટર એચ.કે.વઢવાણિયા સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     આજે ૨૬મી નવેમ્બર ‘બંધારણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓ, બોર્ડ /નિગમ/ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં કચેરીના સ્થળે બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત બંધારણના મૂળભૂત સિદ્ધાંતો તેમજ આદર્શો અંગે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment