જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરત દ્વારા અનુદાનિત શાળાઓના ૩૦ કર્મચારીઓને બઢતી અપાઈ . જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરત હસ્તકની અનુદાનિત શાળાઓમાં ફરજ બજાવતા કુલ ૨૦ કર્મચારીઓને પટાવાળામાંથી જુનિયર ક્લાર્ક તરીકે બઢતી અને ૦૭ કર્મચારીઓને જુનિયર ક્લાર્કમાથી સિનિયર ક્લાર્ક તરીકેની બઢતી તથા ૦૩ કર્મચારીઓને સિનિયર ક્લાર્કમાથી હેડ ક્લાર્ક તરીકેની બઢતી અંગેની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.ભગીરથસિંહ એસ.પરમાર અને તેમની ટીમ દ્વારા ત્વરિત પૂરી કરવામાં આવી. તમામ બઢતી પામેલા કર્મચારીઓને જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધીના હસ્તે ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પહેલ કરી આગામી તા.૧ જાન્યુઆરીનો ઈજાફાનો લાભ સદર કર્મચારીઓને મળી રહે એ માટે…
Read MoreDay: December 31, 2024
ગાંધીનગરના મુખ્ય બસ મથકની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા. મુખ્યમંત્રીએ બસ મથકની સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યું તેમજ કંટ્રોલ રૂમ અને ટિકિટ વિન્ડોની કામગીરી ઝીણવટ પૂર્વક નિહાળી, બસ મથકમાં મુસાફરો સાથે વાતચીત કરીને તેમને મળતી સુવિધાઓની વિગતો પણ મેળવી.
Read Moreનેશનલ હાઇવે ૧૫૧-એ ની જમીન સંપાદન તથા આનુસંગીક કામગીરી માટે ઓપન ઇન્ટરવ્યુ યોજાશે
હિન્દ ન્યૂઝ, જામનગર જામનગર તા.30 ડિસેમ્બર, સક્ષમ અધિકારી નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને પ્રાંત અધિકારીની કચેરી ધ્રોલ ખાતે, ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ હાઇવે ૧૫૧-એ ના કામે જમીન સંપાદન તથા આનુસંગીક કામગીરી માટે નિવૃત મામલતદાર અથવા નિવૃત નાયબ મામલતદાર અથવા સમકક્ષ એક જગ્યા તેમજ નિવૃત તલાટી / નિવૃત સર્કલ ઇન્સ્પેક્ટર અથવા સમકક્ષ (એક જગ્યા) માટે લાયકાત ઘરાવતા અને ઇચ્છુક ઉમેદવારોને ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા આથી જાણ કરવામાં આવે છે. સદરહુ જગ્યા અન્વયે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૭/૦૧/૨૦૨૫ સુધીમાં જરૂરી વિગતો સાથે રૂબરૂ કચેરીની મુલાકાત લેવાની રહેશે.અને હાજર રહેતા પહેલા અરજી…
Read More