સુરતના ઉમરપાડામાં 2 કલાકની અંદર 11 ઈંચ વરસાદ ખાબક્યો, માંગરોળમાં 5 ઈંચ

હિન્દ ન્યુઝ, સુરત

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અનારાધાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગ્રામ્યમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં બપોરના 2 થી 4 વાગ્યા સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. તો માંગરોળ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાતા બજારોમાં નદી વહેતી થઇ છે. સુરત જિલ્લા સહિત અન્ય વિસ્તારોમાં ભારે ગાજવીજ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇને વીઝીબલીટી ઘટી હતી અને વરસાદથી ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment