હિન્દ ન્યુઝ, જામનગર
મદદનીશ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરની યાદીમાં જામનગર જિલ્લાના ઉદ્યોગકારો માટે જણાવવાયું છે કે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણવિભાગ દ્વારા એમ.એસ.એમ.ઇ.એકમો માટે આત્મનિર્ભર ગુજરાત પોલિસી અમલમાં મુકાયેલ છે.જે અન્વયે પોલિસીમાં સામેલ યોજનાને લગત પરિપત્રો, ગાઇડલાઇન, અરજીફોર્મ ચેકલીસ્ટ તેમજ જરૂરી ફોરમેટના નિયત નમુના www.msmec.gujarat.gov.in વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.જામનગર જિલ્લાના જે ઉદ્યોગકારો સદર પોલિસી અંતર્ગત યોજનાનો લાભ લેવા માંગતા હોય, તેઓએ યોજનાને લગત નિયત નમુના મુજબનું અરજીફોર્મ ભરી ચેકલીસ્ટ મુજબની વિગતો સાથે યોજનાને લગત સમયમર્યાદામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બીજો માળ, જિલ્લા સેવા સદન-૩, લાલ બંગલો કમ્પાઉન્ડ, જામનગર ખાતે મોકલી આપવાનું રહેશે. જેની સર્વે ઉદ્યોગકારોએ નોંધ લેવા વિનંતી છે.