ડાંગ જિલ્લાના તમામ નાગરિકોને અગત્યની અપીલ

હિન્દ ન્યુઝ, ડાંગ 

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને સતર્ક રહેવા અને નીચે દર્શાવેલ સાવચેતીઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે.

ભારે વરસાદ, પવન અને પૂર જેવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવી એ જ સલામતીનું શ્રેષ્ઠ સાધન છે.

કૃપા કરીને નીચે મુજબની સાવચેતી રાખો:

૧. ભારે વરસાદ, પવન, વીજળી અને પૂર જેવી પરિસ્થિતિમાં જરૂર ન હોય તો ઘર બહાર ન નીકળો. આકાશી વીજળી દરમિયાન સુરક્ષિત મકાનમાં આશરો લો.

૨. નદી, નાળા, ઓવરટોપિંગ રોડ, ઓવરટોપિંગ કોઝવે, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી સ્થળોથી દૂર રહો. પાણીનો વહેણ ઓછો કે પાણી ઊંડું ન જણાય તો પણ તે જોખમી હોઈ શકે છે.

૩. પૂર અથવા જળભરાવની સ્થિતિમાં જો સુરક્ષિત સ્થળે હોવ તો પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ત્યાં જ રહો અને જોખમી રીતે પાણી ઓળંગવાનો પ્રયાસ ન કરો.

૪. ઝાડ, હોર્ડિંગ્સ તથા નબળા માળખાની નીચે ઊભા ન રહો.

૫. વીજળીના થાંભલા, તૂટેલા વાયર અને વીજ ઉપકરણોથી દૂર રહો. ઘરમાં વીજ ઉપકરણોને નુકસાન થયું હોય તો મુખ્ય સ્વિચ બંધ રાખી અધિકૃત વ્યક્તિ દ્વારા જ સમારકામ કરાવો.

૬. ભારે પવન દરમિયાન ચકડોળ, હવામાં લટકતી રાઈડ તથા નદી-તળાવમાં બોટિંગ જેવી પ્રવૃત્તિઓથી દૂર રહો.

૭. નદીના પટમાં થતી તમામ પ્રવૃત્તિઓથી દૂર રહો અને નદીના પટમાં જવું નહીં.

૮. નદી, તળાવ, ડેમ અને અન્ય પ્રવાસન તથા ધાર્મિક સ્થળોએ પાણીથી સુરક્ષિત અંતર જાળવો.

૯. મોબાઈલ સંપૂર્ણ ચાર્જ રાખો તેમજ ટોર્ચ, પાવર બેંક અને જરૂરી દવાઓ તૈયાર રાખો.

૧૦. પીવાનું પાણી, સૂકો નાસ્તો અને જરૂરી દવાઓ વોટરપ્રૂફ બેગમાં રાખો.

૧૧. વૃદ્ધો, બાળકો અને ગર્ભવતી મહિલાઓની ખાસ કાળજી લો. શાળાએ ગયેલા બાળકો સુરક્ષિત રીતે પરત ફરે તે માટે શાળા સાથે સંપર્કમાં રહો.

૧૨. જરૂર પડે ત્યારે ઝડપથી સ્થળાંતર કરી શકાય તે માટે નજીકના સુરક્ષિત આશ્રયસ્થાનો અને ઊંચાણવાળા વિસ્તારોની અગાઉથી જાણકારી રાખો. સ્થળાંતરની સૂચના મળે તો વિલંબ કર્યા વગર તરત જ સુરક્ષિત સ્થળે જાઓ.

૧૩. કિંમતી દસ્તાવેજો, રોકડ, ઘરવખરી અને અન્ય જરૂરી સામાન સુરક્ષિત સ્થળે રાખો.

૧૪. તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો અને ગેસ સિલિન્ડરની યોગ્ય રીતે તપાસ કરો.

૧૫. ગેસ કનેક્શનમાં લીકેજ ન હોય તેની ખાતરી કરો. લીકેજ જણાય તો તરત જ બારીઓ ખોલી મકાનની બહાર નીકળી જાઓ.

૧૬. પાલતુ પ્રાણીઓને પણ સુરક્ષિત સ્થળે રાખો.

૧૭. માત્ર જિલ્લા વહીવટી તંત્ર અને ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરો.

અફવાઓથી દૂર રહો.

ભય નહીં, પરંતુ સતર્કતા જરૂરી છે.

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ (24×7): ૦૨૬૩૧-૨૨૦૩૪૭

ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ : ૧૦૭૭

ઇમરજન્સી હેલ્પલાઇન : ૧૧૨

સાવચેતી રાખો, સુરક્ષિત રહો, ડાંગ જિલ્લાને સુરક્ષિત રાખો.

Related posts

Leave a Comment