હિન્દ ન્યુઝ, વડોદરા
પ્રાદેશિક માહિતી કચેરી વડોદરા ખાતે અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ ઉજવણી અંતર્ગત દેશના આર્થિક, રાજકીય અને સામાજિક વિકાસમાં ભ્રષ્ટાચારમુક્ત વાતાવરણ નિર્માણ કરવા માટે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ દ્વારા દેશ અને સમાજ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરતા ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સક્રિય સહયોગ આપવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે જનજાગૃતિ લાવવા રાજ્ય સરકાર દ્વારા ગત તા.૩૧-૧૦-૨૦૨૬ થી આગામી તા.૦૬-૧૧-૨૦૨૬ દરમિયાન Vigilance Awareness Week-સતર્કતા જાગૃતિ સપ્તાહ ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી રહી છે. સતર્કતા જાગૃતિ સપ્તાહના આ વર્ષ માટેના વિષય-વસ્તુને ધ્યાને લઈ, તમામ વિભાગો, વિભાગો હેઠળ ખાતાના વડા અને તેમના તાબા હેઠળની કચેરીઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સત્તા મંડળો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
