ઓલપાડ તાલુકાના ટકારમાં ગામે ડિસ્ટ્રિક્ટ બેન્કના ATM મશીનમાંથી તસ્કરો 7 લાખ રૂપિયાની ચોરી કરી લઇ ગયા

હિન્દ ન્યૂઝ, સુરત,

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકા ટકારમાં ગામે આવેલ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના ATM મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો એ બેન્કના એટીએમને નિશાન બનાવી અંદાજીત 7 લાખ રૂપિયા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આખી ઘટના ગત રાત્રીના સમયે બનવા પામી છે. તસ્કરોને જાણે પોલીસનો કોઈ ખોફ જ ન હોઈ તેમ ઠંડા કલેજે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરો એ ડિસ્ટ્રીકટ બેન્કના એટીએમ મશીનને સેન્ટર માંથી બહાર કાઢ્યું હતું. ત્યારબાદ મશીનને આંખે આખુ તોડી એટીએમ મશીન માંથી લાખો રૂપિયાની રોકડની ચોરી કરવામાં આવી હતી. અને એટીએમ મશીન 60 મિટર દૂરથી મળી આવ્યું છે. જોકે તસ્કરોની આખે આખી કરતૂત એટીએમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી કેમેરામાં ત્રણ જેટલા બુકાનીધારી તસ્કરો કેદ થયાં છે. ઘટનાને લઈ કીમ પોલીસ તેમજ ડોગ સ્ક્વોડ સ્થળ ઉપર પહોંચી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રોગતિમાન કરી રહી છે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment