હિન્દ ન્યુઝ, સુરત
કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર. પાટીલના હસ્તે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી સુરતના નાગરિકોની સલામતી અને સુખાકારીમાં વધારો થશે.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકીયા, ધારાસભ્ય સંદિપ દેસાઈ, સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ધર્મનંદન ડાયમંડના ચેરમેન અને સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટર લાલજીભાઈ પટેલ, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.