મોરબી જિલ્લામાં વાંકાનેર, હળવદ અને ચંદ્રપૂર તાલુકા પંચાયતની ચૂંટણીમાં સતત ચાંપતો પોલીસ બંદોબસ્ત

હિન્દ ન્યુઝ, મોરબી

    મોરબી જિલ્લામાં આજ રોજ તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રની સાથે તમામ વિભાગનો સાથ સહકાર સુચારુ આયોજન બદલ મળી રહ્યો છે.

   મોરબી ડીવાયએસપી એસ. એચ. સારડાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્વક અને પાર પડે તે માટે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન સાથે જિલ્લા પોલીસ તંત્ર ખડેપગે છે. જેમાં ૨ ડીવાયએસપી, ૪ પીઆઈ, ૧૦ પીએસઆઈ અને ૧૨૦ હોમગાર્ડ જવાનો ફરજ પર હાલમાં કાર્યરત છે. મોરબી જિલ્લામાં વાંકાનેર, હળવદ અને ચંદ્રપૂર તાલુકા પંચાયતની ચૂંટણીમાં સતત ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તમામ ચૂંટણી મથકો આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

Related posts

Leave a Comment