બોટાદ જિલ્લામાં વસવાટ કરતાં પૂર્વ-સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના પરિવારોનું તા.૨૩/૦૨/૨૦૨૫ના રોજ સંમેલન યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ 

      બોટાદ જિલ્લામાં વસવાટ કરતાં પૂર્વ-સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના પરિવારોનું તા.૨૩/૦૨/૨૦૨૫ના રોજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ સંમેલન સ્વામી નારાયણ ગૂરૂકુળ, ગઢડા રોડ, બોટાદ ખાતે યોજાશે. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત રાજ્ય તરફથી પૂર્વ-સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેઓના આશ્રિતોને આપવામાં આવતી વિવિધ સહાયની જાણકારી આપવામાં આવશે.

    બોટાદ જિલ્લામાં રજીસ્ટર થયેલા દરેક પૂર્વ-સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના પરિવારજનોને આ સંમેલનમાં હાજરી આપવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરેન્દ્રનગર તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે. ઉપસ્થિત રહેનારા પૂર્વ-સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના આશ્રિતોને બસ/ટ્રેનની ટીકીટ તથા એસ.બી.આઇ. બેન્ક એકાઉન્ટ પાસબુકના પ્રથમ પેઇજની નકલ આપવાથી બસ/ટ્રેનનું ભાડું કોર બેન્કીગથી ચુકવવામાં આવશે. આ સંમેલનમાં આમંત્રણ આપવામાં આવેલ વ્યક્તિઓએ વધુ માહિતી માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરેન્દ્રનગર ફોન નંબર ૦૨૭૫૨ ૨૯૯૨૬૨ ઉપર સંપર્ક સાધી શકે છે તેમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી વિશાલ શર્મા (નિવૃત્ત કર્નલ), સુરેન્દ્રનગર દ્વારા જણાવવામાં આવે છે.

રિપોર્ટર : સાજીદ બિનબકર, બોટાદ

Related posts

Leave a Comment