રાજકોટ શહેર લોધીકા આર્શિવાદ ગ્રીન સીટી પાસેથી ક્રુઝ કારમાંથી વિદેશીદારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી મુદામાલ કબ્જે કરેલરાજકોટ શહેર લોધીકા આર્શિવાદ ગ્રીન સીટી પાસેથી ક્રુઝ કારમાંથી વિદેશીદારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી મુદામાલ કબ્જે કરેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ શહેર જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે લોધીકા પોલીસ મથકનાં P.S.I કે.એ.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે ખીરસરા-લોધીકા રોડ પરથી GJ-1-KB-4523 નંબરની કારમાં વિદેશીદારૂ ભરીને રાજકોટનો ક્રુષાંગ મુકેશ તળપદા નીકળવાના હોવાની કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે આર્શિવાદ ગ્રીન સીટી પાસે વોંચ ગોઠવી હતી. વોંચ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી કારને અટકાવી તલાશી લેતા કારમાંથી રૂા.૨.૮૨ લાખની કિંમતના ૫૬૪ બોટલ દારૂ સાથે ક્રુષાંગ તળપદા ધરપકડ કરી દારૂ અને કાર મળી રૂા.૭.૮૭ લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પુછપરછમાં રાજકોટના દેવપરામાં રહેતો બ્રિજે ઉર્ફે ભુરો ઝાલા નામના બુટલેગર પાસેથી દારૂ લાવ્યાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment