હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા ગામમાં રહેતા 30 દિવસના નવજાત બાળક અને તેની માતાની સુરક્ષાને પ્રાથમિકતા આપતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી; સંભવિત જોખમને ધ્યાનમાં રાખી બંનેને દેવધા ગામેથી સુરક્ષિત રીતે અમલસાડ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા.
નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત જોખમોને ટાળવા માટે અગમચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
