હિન્દ ન્યુઝ, સુરત
સુરત જિલ્લામાં સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાંથી 1117 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા; બારડોલી, કામરેજ, માંગરોળ, ઓલપાડ, મહુવા અને માંડવી સહિતના તાલુકાઓના નીચાણવાળા ગામોમાંથી લોકોને સ્થાનિક પ્રાથમિક શાળાઓ, શેલ્ટર હોમ્સ અને કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતરિત કરાયા.
સ્થળાંતરિત કરાયેલા તમામ નાગરિકો માટે આશ્રયસ્થાનો ખાતે ભોજન અને રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા પલસાણા અને ઉમરપાડા જેવા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ નાગરિકોને અફવાઓથી દૂર રહી પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
