જામનગરમાં ખેલ મહાકુંભ કાર્યક્રમના આગામી આયોજન માટે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

      જામનગર જિલ્લા રમત વિકાસ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં ખેલ મહાકુંભ કાર્યક્રમના આગામી આયોજન માટે નેશનલ હાઈસ્કૂલ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, જામનગરની 700 જેટલી શાળાઓ ખેલ મહાકુંભમાં ભાગ લેશે. જામનગરમાં ઝોન, શહેર, તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાશે. જામનગર શહેર કક્ષાની સ્પર્ધાઓ માટે 4 ઝોન તેમજ તાલુકા કક્ષાની સ્પર્ધાઓ માટે 6 ઝોન નિર્ધારિત કરવામાં આવ્યા છે. તાલુકા કક્ષાએ કબડ્ડી, વોલીબોલ, ખો-ખો, એથલેટીક્સ, યોગાસન અને ચેસની સ્પર્ધાઓ યોજાશે. તેમજ જિલ્લા કક્ષાએ 18 જેટલી રમતની કેટેગરી નક્કી કરાઈ છે.

જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રાએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. બેઠકના અંતે કન્વીનરઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ઉક્ત સમીક્ષા બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, સી.એમ.મહેતા, મહેશભાઈ મુંગરા, ભરતસિંહ રાણા, તાલુકા કક્ષાના કન્વીનરઓ, જામનગર મહાનગરપાલિકા કક્ષાના કન્વીનરઓ, વિદ્યાર્થીઓ અને વ્યાયામ શિક્ષકો હાજર રહ્યા હતા.

 

 

 

 

Related posts

Leave a Comment