હિન્દ ન્યુઝ, જામનગર
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને દરેક લોકો સુધી પહોંચાડી વંચિતોને વરિયતા પ્રદાન કરવાના ઉત્કૃષ્ઠ અભિગમ સાથે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું જામનગર તાલુકાના નાની ખાવડી તથા ખારાવેઢા ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મનિષાબેન કણજારીયા, મુકુંદભાઇ સભાયા, કુમારપાલસિંહ રાણા, વિપુલસિંહ જાડેજા, ગોકળભાઇ ભંડેરી, પ્રફુલગીરી ગોસ્વામી, જનપ્રતિનિધિઓ, સરપંચઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.