હિન્દ ન્યુઝ, ભાવનગર
તાલાલા તાલુકાનાં સેમળિયા ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ હતી. ગ્રામ સભાની શરૂઆતમાં પંચાયતના તલાટી દ્વારા પ્રાસંગિક ઉદબોધન રજૂ કરવામાં આવ્યું હતું. જે પછી જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી.
NSAP અંતર્ગતના લાભો અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો અને સરપંચ તથા તલાટી દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ગ્રામસભામાં ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા સામાજિક ઓડિટર ગોવિંદભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના મનરેગાના સાગરભાઈ પાતળ, તલાટી સંજયભાઈ મોરાસિયા, સરપંચ ચંદુભાઈ સેવરા, આચાર્ય હમીરભાઈ રામ, જીઆરએસ ભરતભાઈ ચૌહાણ તેમજ ગામના આગેવાનો ગ્રામજનો અને આંગણવાડી વર્કરો ઉપસ્થિત રહ્યાં હતાં.