૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર રજૂ ન થયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

૦૭-વાવ વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી માટેનું જાહેરનામું તા. ૧૮.૧૦.૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ સંબંધિત ચૂંટણી અધિકારીઓ પાસે ઉમેદવારીપત્રો ભરી શકાય છે. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ દિવસે એટલે કે, તા.૧૮.૧૦.૨૦૨૪ ના રોજ ચૂંટણી અધિકારી સમક્ષ કોઈપણ ઉમેદવારીપત્ર રજૂ કરવામાં આવ્યું નથી.

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્ક પર જઈને જોઈ શકાશે. આગામી તા.૨૫.૧૦.૨૦૨૪ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક સુધી ઉમેદવારીપત્રો રજૂ કરી શકાશે.     

Related posts

Leave a Comment