માંડવી તાલુકાના વાંકલા ગામના આદિવાસી ખેડૂતને મંડપ સહાયથી ખેતીમાં નવી રાહત

હિન્દ ન્યુઝ, માંડવી   આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આદિવાસી ખેડૂતોના ખેત ઉત્પાદનમાં વધારો થાય અને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આદિજાતિ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવી શકે તેવા હેતુસર ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા શાકભાજી માટે મંડપ બનાવવા સહાય આપવામાં આવે છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામના આદિવાસી ખેડૂત અશ્વિનભાઈ ચૌધરીએ આ સહાય યોજનાનો લાભ લીધો છે, જેના કારણે હવે તેમની ખેતી વધુ સુગમ બની છે.                શાકભાજીના મંડપ સહાયના લાભાર્થી…

Read More

મિશન મંગલમ યોજના હેઠળ દામકા શિવશક્તિ સખી મંડળની બહેનો બની આત્મનિર્ભર

હિન્દ ન્યુઝ, સુરત સમાજમાં મહિલાઓ ઉન્નત મસ્તકે સન્માનભેર જીવી શકે એ માટે સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. સરકાર દ્વારા મહિલાઓ આર્થિક, સામાજીક અને શૈક્ષણિક રીતે મજબુત બને એ માટે એનકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કરવામાં આવેલી આ પહેલને સમાજ અને મોટા મોટા ઉદ્યોગગૃહો પણ વધાવી રહ્યા છે. સુરત જિલ્લાના હજીરા ખાતે કાર્યરત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના કોર્પોરેટ સોશ્યલ રિસપોન્સિબિલીટી વિભાગ દ્વારા સરકારની મહિલા સશક્તિકરણની આ પહેલમાં સામેલ થઇ મહિલાઓ સશક્ત બને એ માટે સી.એસ.આર ઇનિસિયેટીવ લેવામાં આવી રહ્યા…

Read More

શરદ ઋતુના ઉમંગ‌ ભર્યા ઓછવમાં પૂ.શરદભાઈ વ્યાસનો ૬૪માં અવતરણ દિનનો ઉત્સવ

હિન્દ ન્યુઝ, વલસાડ       પ.પૂ.શરદદાદા એટલે ધરમપુરમાં ધર્મનું અજવાળું, યજ્ઞનિધિના તપનો પ્રભાવ, મંત્રનો ધ્વનિ,વેદોની રુચા, બ્રાહ્મણનું સામીપ્ય, ભાગવતનું અનન્ય ભાથું. આ બધા યોગ જેનામાં વ્રત નિષ્ઠા અને જન્મ કલ્યાણનો ભાવ હોય ત્યાં જ ભેગા થાય. આવા ઉમદા વ્યક્તિત્વના માલિક! વ્યાસપીઠ જેનાથી શોભે એવા વક્તા ગુણીજન અને સમાજહિત ચિંતક પૂજ્ય શરદભાઈ વ્યાસ (દાદાશ્રી)      ભગવાન શ્રીકૃષ્ણ‌ પરમાત્માની અત્યંત અનુકંપાથી તથા શ્રીમદ્ ભાગવતજીની અહેતુ કૃપાથી, પૂ.શરદભાઈ વ્યાસના તત્વાવધાનમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા “વ્યાસ કુટીર”માં અવિરત ચાલી રહેલો શ્રીમદ્ ભાગવતજીનો મહાયજ્ઞ જે “યજ્ઞ નિધિ”ના નામથી વિદિત છે.”યજ્ઞ નિધિ” નો પ્રારંભ સવંત…

Read More

કાલાવડમાં ફટાકડા વેચાણ કરતા વેપારીઓ

રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારના નિયમોનું પાલન કરશે ??? હિન્દ ન્યુઝ, કાલાવડ       દિવાળીના તહેવાર ને હવે ગણતરીના દિવસો જ બાકી હોય ત્યારે કાલાવડમાં ઠેર ઠેર ફટાકડા નું વેચાણ શરૂ થવા પામશે ત્યારે કાલાવડ પંથકમાં ફટાકડાનાં વેપારીઓ સરકારના તમામ નિયમોને નેવી મૂકી પોતાની રીતે મન ફાવે તેમ આડેધડ ફટાકડાનું વેચાણ કરશે તો નવાઈ નહીં!!! કાલાવડમાં અમુક રાજકીય વગ ધરાવતા ફટાકડાના વેપારીઓ પોતાની મનમાની ચલાવતા હોય તેમ ફટાકડાના હંગામી પરવાનાની માંગણી કરી પરવાનો ન મળે તે પહેલા જ ફટાકડાનું વેચાણ શરૂ કરતાં હોય અને આ ફટાકડાના વેપારીઓ…

Read More

જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા દ્વારા એક આઈસીયુ ઓન વ્હીલ્સ તથા ત્રણ નવીન 108 એમ્બ્યુલન્સ લોકાર્પિત કરાઈ 

હિન્દ ન્યુઝ, જામનગર      કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા તથા અધિક કલેક્ટર ભાવેશ ખેરના હસ્તે જામનગર જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નવી આઇસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ આધુનિક સુવિધાઓથી સજ્જ નવી ત્રણ 108 એમ્બ્યુલન્સ પણ લોકાર્પિત કરાઈ હતી. જે જામનગર જિલ્લાની ત્રણ જૂની 108 એમ્બ્યુલન્સની સામે ફેરબદલ કરવામાં આવશે.     આ પ્રસંગે કલેક્ટરએ એમ્બ્યુલન્સની વિશેષતાઓ તથા દર્દીઓ માટે ઉપલબ્ધ કારવાયેલ નવીન સુવિધાઓ અંગેની 108 ના ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી તેમજ લીલી ઝંડી બતાવી આ તમામ એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું…

Read More

ગારિયાધારમાં વોર્ડ નં. ૧ થી ૭ નો સેવા સેતુ કાર્યક્રમ તા.૧૮ ઓકટોબર ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  સરકારશ્રીના સામાન્ય વહિવટ વિભાગ ગાંધીનગરના પત્રથી મળેલ સુચના મુજબ નગરપાલીકા કક્ષાનો વોર્ડ નં. ૧ થી ૭ નો સેવા સેતુ કાર્યક્રમ તા. ૧૮/૧૦/૨૦૨૪ ના રોજ એમ. ડી. પટેલ હાઈસ્કૂલના મેદાનમાં, નાનીવાવડી રોડ, ગારીયાધાર ખાતે સવારના ૯-૦૦ કલાક થી રાખવામાં આવેલ છે.આ સેવા સેતુ કાર્યક્રમમાં જુદા જુદા ખાતાઓ/વિભાગોને લગતી અરજીઓ બપોરના ૨-૦૦ કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે અને નિકાલ થઇ શકે તેવી અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે. આથી બહોળી સંખ્યામાં ગારીયાધાર શહેર વોર્ડ નં.-૧ થી ૭ ની જાહેર જનતાએ તેનો લાભ લેવા ચીફ ઓફિસર ગારીયાધાર નગરપાલિકાની યાદીમાં જણાવાયું…

Read More

ભાવનગરમાં તા.૧૮ ઓક્ટોબરના રોજ પાનવાડી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર     જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા તા.૧૮/૧૦/૨૦૨૪ (શુક્રવાર),સમય: સવારે ૧૦:૩૦ કલાકે,ડો.આંબેડકર ભવન,એસ.ટી બસ સ્ટેન્ડ પાસે,પાનવાડી ખાતે ભરતીમેળો યોજાનાર છે. જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૩ એકમ(કંપની)માં ૧૦ પાસ, ૧રપાસ તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓ માટે પેકર, બી. ડી. એલ., એક્ઝિક્યુટિવ, ટેલિકોલર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત/ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે અત્રેની કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવા રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવે…

Read More

સુરવા, નાવદ્રા, ધણેજ, સૈયદ રાજપરામાં સ્વચ્છતા વિશે જનજાગૃતિ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      પ્લાન ઇન્ટરનેશનલ (ઇન્ડિયા ચેપ્ટર) દ્વારા અમલીત સેલ્ફ કેયર ફોર ન્યુ મોમ્સ એન્ડ કિડ્સ અંડર-5 દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાની શ્રી ધણેજ પ્રાથમિક શાળા અને શ્રી સુરવા પ્રાથમિક શાળા, શ્રી તપોવન વિદ્યા મંદિર નાવદ્રા, ઉના તાલુકાની સૈયદ રાજપરા પ્રાથમિક શાળા ખાતે “વૈશ્વિક હાથ ધોવાનો દિવસ”ના જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતાં. કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારી દ્વારા વૈશ્વિક હાથ ધોવાના દિવસ વિશે સમજણ આપવામાં આવી હતી. કર્મચારીઓ દ્વારા હાથ ધોવાની રીત તથા હાથ ધોવા શું કામ જરુરી છે? એ વિશે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્લાન ઇન્ટરનેશનલ…

Read More

જિલ્લા કલેકટર દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા પાણી સમિતિ તથા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  જિલ્લા સેવા સદન ખાતે કલેકટર દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા પાણી સમિતિ તથા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં જિલ્લા કલેકટરએ જિલ્લાના પ્રત્યેક તાલુકાઓમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં યોગ્ય રીતે પાણી વિતરણ થાય અને નાગરિકોના પાણીને લગત પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તે હેતુથી સુનિયોજીત કામગીરી કરવા સૂચનો કર્યા હતાં. આ બેઠકમાં મંજૂર થયેલા કામોની પ્રગતિ સમિક્ષા, જિલ્લાને ફાળવાયેલું ફંડ, પાણી સમિતિઓને ફાળવાયેલું ફંડ, જળજીવન મિશન, નલ સે જલ યોજના અંતર્ગત વિસ્તૃત ચર્ચા કરી અને ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી.…

Read More

કલેકટર કચેરી ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.ની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      કલેક્ટર કચેરી ઈણાજ ખાતે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષતામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરએ સમિતિના સદસ્યો સાથે વિવિધ મુદ્દાઓ પર પરામર્શ કર્યો હતો. કલેકટર દ્વારા ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અંતર્ગત જાગૃતતા તેમજ ક્લિનિક ઇન્સ્પેક્શનને વધુ સઘન બનાવવા અને વધુમાં વધુ વેક્સિનેશન પર ભાર મૂકવા સૂચનો કર્યા હતા વધુમા તેમણે મમતા સેશનમાં સંપૂર્ણ રસીકરણ થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ પોલિયો, રૂબેલા, ઓરી, અછબડા, ડિપ્થેરિયા, ઉટાંટિયું, ટિટનસ જેવા રોગોને પ્રસરાવતા અટકાવી શકાય તથા સેક્સરેશિયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.…

Read More