હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા સેવા સદન ખાતે કલેકટર દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા પાણી સમિતિ તથા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ જિલ્લાના પ્રત્યેક તાલુકાઓમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં યોગ્ય રીતે પાણી વિતરણ થાય અને નાગરિકોના પાણીને લગત પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તે હેતુથી સુનિયોજીત કામગીરી કરવા સૂચનો કર્યા હતાં.
આ બેઠકમાં મંજૂર થયેલા કામોની પ્રગતિ સમિક્ષા, જિલ્લાને ફાળવાયેલું ફંડ, પાણી સમિતિઓને ફાળવાયેલું ફંડ, જળજીવન મિશન, નલ સે જલ યોજના અંતર્ગત વિસ્તૃત ચર્ચા કરી અને ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી.
વધુમાં, ગીર સોમનાથ જિલ્લામાં પાંચ ગ્રામ પંચાયતો નક્કી કરી અને તેમાં પાઈપ મારફતે પાણી પુરવઠા યોજના અન્વયે સંચાલન અને જાળવણીની કામગીરી પાંચ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ તેમજ પાંચ સ્વસહાય જૂથોની યાદીને મંજૂરી તેમજ કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટલએ હેન્ડપંપ, પાણીના બોર અને મોટર રીપેરીંગની કામગીરી તાત્કાલિક રીતે પૂર્ણ થાય તે માટે સમિતિના સભ્યોને ખાસ સૂચના આપી હતી.
આ સમીક્ષા બેઠકમાં વાસ્મો યુનિટ મેનેજર લક્ષ્મણભાઈ સોનેગરા, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર અલ્કાબહેન, અંબુજા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ તેમજ સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતા.