હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
કલેક્ટર કચેરી ઈણાજ ખાતે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષતામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરએ સમિતિના સદસ્યો સાથે વિવિધ મુદ્દાઓ પર પરામર્શ કર્યો હતો.
કલેકટર દ્વારા ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અંતર્ગત જાગૃતતા તેમજ ક્લિનિક ઇન્સ્પેક્શનને વધુ સઘન બનાવવા અને વધુમાં વધુ વેક્સિનેશન પર ભાર મૂકવા સૂચનો કર્યા હતા
વધુમા તેમણે મમતા સેશનમાં સંપૂર્ણ રસીકરણ થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ પોલિયો, રૂબેલા, ઓરી, અછબડા, ડિપ્થેરિયા, ઉટાંટિયું, ટિટનસ જેવા રોગોને પ્રસરાવતા અટકાવી શકાય તથા સેક્સરેશિયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરૂણ રોયે પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત જિલ્લામાં થયેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, સરકારી વકીલ કેતનસિંહ વાળા, તાલુકા આરોગ્ય અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.