હિન્દ ન્યુઝ, રાધનપુર
આજરોજ વહેલી સવારથી જ પાટણની જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. ગૃહિણીઓથી લઈને વયોવૃદ્ધ લોકો, દિવ્યાંગો, યુવાનો આજે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કરી રહ્યા છે. તયારે પાટણના રાધનપુર તાલુકાનાં કલ્યાણપુરા પ્રાથમિક શાળામાં મતદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં જૉવા મળ્યા. સવારથી જ લાંબી કતાર તો મતદાન માટેનો ઉત્સાહ એવો છે કે અહીંના ગ્રામજનો યુવાનો મતદાન પૂરે પુરું થાય તેવા પ્રયત્નો થકી લોકશાહી નો અવશર સાર્થક જૉવા મળ્યો છે.
પાટણના રાધનપુરના કલ્યાણપુરા ગામ ના આ દ્રશ્યો છે જ્યાં ખુબ મોટી સંખ્યામાં લોકોએ કર્યું મતદાન. મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કર્યોં કલ્યાણપુરા ગામ એ તેવુ જૉવા મળી રહ્યુ છે. આજના દિવસે તમામ કામો બાજુ પર મુકીને અચુકથી મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવેલ હાલતો સાર્થક જોવા મળી રહ્યુ છે લોકશાહી નાં અવસર માં લોકો કરી રહ્યા છે મોટી સંખ્યામાં મતદાન.
રિપોર્ટેર : અનિલ રામાનુજ, રાધનપુર
