રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૨૮/૧૧/૨૨ થી તા.૦૪/૧૨/૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું

હિન્દ ન્યુઝ, રાજકોટ

હાલ મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.

મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

મચ્છર જન્ય રોગો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા

(તા.૨૮/૧૧/૨૨ થી તા.૦૪/૧૨/૨૨)

તા.૦૧/૦૧/૨૦૨૨ થી

વર્ષમાં કૂલ નોંઘાયેલ

મેલેરિયા ૪૭
ડેન્ગ્યુ ૧૨ ૨૪૭
ચિકુનગુનિયા ૨૭

અન્ય રોગચાળાની કેસની વિગત

(તા.૨૮/૧૧/૨૨ થી તા.૦૪/૧૨/૨૨)

ક્રમ વિગત કેસની સંખ્યા તા.૦૧/૦૧/૨૦૨૨ થી

વર્ષમાં કૂલ નોંઘાયેલ

શરદી – ઉધરસના કેસ ૨૧૨ ૧૩૫૨૫
સામાન્ય તાવના કેસ ૪૩ ૪૫૧૦
ઝાડા – ઉલટીના કેસ ૬૦ ૩૮૪૯
ટાઈફોઈડ તાવના કેસ
કમળો તાવના કેસ
મરડાના કેસ

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૮/૧૧/૨૦૨૨ થી તા.૦૪/૧૨/૨૦૨૨ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૫૦,૩૪૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૪૭૦ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ મીલ૫રા મે. રોડ, લક્ષ્મીવાડી, મીલ૫રા, ભકિતનગર સોસા., પુજરા પ્લોટ, જંકશન પ્લોટ શેરી નં. ૩, ૧૦ અને ૧૧, ભુતનાથનો ખાડો મફતીયા૫રા, પ્રહલાદ પ્લોટ શેરી નં. ર૭, કરણ૫રા મે. રોડ, શ્યામલ ઉ૫વન કણકોટ રોડ, ગોકુલ પાર્ક, ઘાંચીવાડ , ૫૩ કવા. સ્વામી વિવેકાનંદનગર, જુમ્મા મસ્જીદની આસપાસ, મુકરબા શેરી, રામનાથ૫રા, ભવાનીનગર, હાથીખાના વોકળો, પુરૂષાર્થ સોસા., ખોડીયાર૫રા (પારેવડી ચોક), વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૭૩૫ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં ૪૨૭ અને કોર્મશીયલ ૮૨ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી.  બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી.  આમ, માત્ર ૧૦ મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા  જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા અટકાયતી માટે વરસાદ રોકાયા બાદ આટલું જરૂરી કરીએ.

  • અગાસી કે છજજામાં જમા થયેલ વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરીએ
  • અગાસી, બાલકની કે ગાર્ડનમાં રાખેલ છોડના કુંડા, કયાળા વગેરેમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
  • ૫ક્ષીકુંજ, ૫શુને પીવાની કુંડી હાલ ચોમાસા પુરતી વ૫રાશમાં ન લઇને વરસાદી પાણી ભરાઇ ન રહે તેવી રીતે ઉંઘું કરીને રાખવા અથવા દરરોજ રાત્રે ખાલી કરીને ઉંઘું રાખયા બાદ જ સવારે નવું પાણી ભરવું.
  • અગાસી, છા૫રા વગેરે ૫ર પડેલ ભંગાર, ટાયર, ડબ્બા ડુબ્લી વગેરે જેવા પાત્રોમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
  • પીવાના તથા ઘરવ૫રાશના તમામ પાણી ભરેલ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ.
  • ઘરની આસપાસ જમા ખાડા-ખાબોચીયામાં જમા થયેલ પાણીમાં બળેલ ઓઇલ નાખીએ.

યાદ રાખો…

આદત બદલો, રાજકોટ બદલાશે., સ્વચ્છ રાજકોટ, મચ્છરમુકત રાજકોટ

Related posts

Leave a Comment