હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
પ્લાન ઇન્ટરનેશનલ (ઇન્ડિયા ચેપ્ટર) દ્વારા અમલીત સેલ્ફ કેયર ફોર ન્યુ મોમ્સ એન્ડ કિડ્સ અંડર-5 દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાની શ્રી ધણેજ પ્રાથમિક શાળા અને શ્રી સુરવા પ્રાથમિક શાળા, શ્રી તપોવન વિદ્યા મંદિર નાવદ્રા, ઉના તાલુકાની સૈયદ રાજપરા પ્રાથમિક શાળા ખાતે “વૈશ્વિક હાથ ધોવાનો દિવસ”ના જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતાં.
કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારી દ્વારા વૈશ્વિક હાથ ધોવાના દિવસ વિશે સમજણ આપવામાં આવી હતી. કર્મચારીઓ દ્વારા હાથ ધોવાની રીત તથા હાથ ધોવા શું કામ જરુરી છે? એ વિશે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્લાન ઇન્ટરનેશનલ (ઇન્ડિયાચેપ્ટર) દ્વારા અમલીત સેલ્ફકેયર ફોર ન્યુ મોમ્સ એન્ડ કિડ્સ અંડર-5 ના સ્ટેટ મેનેજર ડો.ચંદ્રદીપ રોયના માર્ગદર્શન હેઠળ બ્લોક ઓફીસર દેવા ચારીયા દ્વારા પ્લાન ઇન્ડિયા દ્વારા ગીર સોમનાથના 35 ગામોમાં અમલિત સ્વાસ્થ્ય કાર્યક્રમ અંગેની માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત તમામને માર્ગદર્શિત કરી સમજાવાયું હતું કે, તમારા પરિવારના 5 સભ્યોને, 5 પાડોશીને અને 5 મિત્રોને 20 સેકંડ સુધી હાથ ધોવાની સાચી રીત સમજાવવી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટના કોમ્યુનીટી હેલ્થ વર્કર હેતલ મકવાણા–ઉના, હંસા જેઠવા–વેરાવળ અને અક્શા દરજાદા અને સુમેરા મજગુલ–તાલાલા દ્વારા સ્વચ્છતાની જાગૃતિ માટે હાથ ધોવાની સાચી રીતનો ડેમો (6 સ્ટેપ), હાથ ક્યારે ક્યારે ધોવા જોઇએ? અને વિવિધ ગેમ્સ દ્વારા હાથમાં કિટાણું કઇ રીતે ફેલાય છે? વગેરે ડેમો થકી વિદ્યાર્થીઓને સ્વચ્છતા વિશે સારી રીતે સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમના અંતે સ્વચ્છતા અને હાથ ધોવા વિશે ક્વિઝ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે પ્લાન ઇન્ટરનેશનલ (ઇન્ડિયાચેપ્ટર)ના બ્લોક ઓફીસર દેવા ચારીયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાંગામના સરપંચ, પ્રાથમિક શાળાના આચાર્યઓ, શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડયુહતું.