રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૧.૬.૨૦૨૦ ના રોજ ભારતીય કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સની દવાનો ઉપયોગ કોરોના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સને સરકારના ડ્રગ રેગ્યુલેટર તરફથી તેની મંજૂરી પણ મળી ગઈ છે. કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓને હવે ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સથી એન્ટીવાઈરલ દવા તરીકે આપી શકાય છે. ગ્લેનમાર્ક ફાર્માએ જણાવ્યું કે, કંપનીએ કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર માટે એન્ટિવાયરલ ડ્રગ ફેબીફ્લૂ બ્રાંડ નામથી રજૂ કરાઈ છે. ગ્લેનમાર્કને ૧૯ જૂને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફાવિપિરાવીર અથવા ફેબીફ્લુના ઉત્પાદન અને માર્કેટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ