રાજકોટ શહેર કલાસ-૨ ઈન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા

રાજકોટ,

રાજકોટ શહેરના કલાસ-૨ ઇન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા ૧૫.૦૦૦ ની લાંચ લેતા  A.C.B. ના હાથે તેઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ૧૨ માર્ચ ૨૦૧૯ ના રોજ એક કલાસ-૨ ઓફિસરે ૧૫.૦૦૦ ની લાંચ સ્વીકારી હોવાનું A.C.B તપાસમાં સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૧-૧૨ ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવેલ ક્વેરી સોલ્વ કરવા ઓફિસરે ૨૦.૦૦૦ ની લાંચ માંગી હતી. બાદમાં ૧૫.૦૦૦ ની લાંચ સ્વીકારી હતી. ભોગ બનનારે A.C.B માં આ અંગે અરજી કરી હતી. અરજીના આધારે A.C.B તપાસ શરૂ કર્યા બાદ લાંચ લીધા હોવાનું સામે આવ્યું હતું. આજે A.C.B એ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment