સુરત જીલ્લા કામરેજ ખાતે હોલસેલ વેપારી એસોસિયન કમીટીની જનરલ મિટિંગ અને નવા મેમ્બરો ની નિમણૂંક

હિન્દ ન્યૂઝ, સુરત,

સુરત જીલ્લા માં આવેલ કામરેજ ચારરસ્તા ખાતે તારીખ 20/9/20 રવિવાર ના રોજ સાંજ 07:30 કલાકે મિટિંગ હોલ માં સરકારી ગાઈડ લાઈન મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ ની સાથે સમગ્ર કામરેજ ના હોલસેલ વેપારી એસોસિયન દ્વારા વેપારી મંડળ ની નવી કમીટી ની રચના કરવામાં આવી હતી. સૌ પ્રથમ પ્રમુખ બાબુલાલ કોઠારી (સાઇનાથ ટ્રેડર્સ) આભાર વ્યક્ત કરી ટુંક માં પ્રવચન આપ્યો. નવા અને માજી પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, વગેરે હોલસેલ વેપારી એસોસિયન કમિટી મીત્રોને ગુલાબના ફુલહાર થી અભિનંદન અને મુબારક બાદી આપવામાં આવી હતી. કામરેજ ચારરસ્તા માં હોલસેલ વેપારી એસોસિયન મંડળ આસરે 5 થી 7 વર્ષ દરમિયાન પોતાની ઈમાનદારી થી કામગીરી કરતું હોવાનુ જાણવા મળેલ, પણ હવે નવી હોલસેલ વેપારી એસોસિયન મંડળ કમીટી ની રચના માં નવા યુવાનો, નવા અનુભવીયો, અને સાહસિક, ઉત્સુક કાર્યકરતા, સમાજ સેવકો વગેરેઓ નો પણ સમાવેશ કરી વેપારી વર્ગ ને કોઈ પણ જાત ની તકલીફ, ફરિયાદ પોલીસ કે અન્ય અધિકારીઓ દ્વારા પ્રોબ્લેમ, હેરાનગતી થતી હોય તો વેપારી મિત્રો ને સાથ સહકાર જે તે દિશા બાજુ ના નિમણૂંક કરેલ બે-બે સભ્યો ની ટીમ દ્વારા સાથ સહકાર અને માર્ગદર્શન આપવામાં આવશે તેની ખાત્રી આપવામાં આવેલ હતી.
હોલસેલ વેપારી એસોસિયન મંડળ ની નવી કમીટી માં
પ્રમુખ કાંતિ ભાઈ બાબુલાલ કોઠારી તથા ઉપપ્રમુખ માં કઠોરના મેમણ સમાજના સભ્ય અનુભવી રફીક ભાઈ.એચ. મેમણ (ફાઇવ સ્ટાર કામરેજ વાલા), સેક્રેટરી પીન્ટુ ભાઈ જૈન (ગણેશ ટ્રેડર્સ) અને ખજાનચી માં હસમુખ ભાઈ (મહાલક્ષ્મી સ્ટોર) અને બીજા કમીટી સભ્યોની ની નિમણુંક હાજર મિટિંગ માં આવેલ સભ્યો ના સજેશન- સહયોગ થી કરવામાં આવેલ હતી. મિટિંગ બાદ સૌએ સાથે મળી પ્રીતિ ભોજન (ડીનર) કરી મિટિંગ પૂર્ણ કરવામાં આવી.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment