રાજકોટ શહેર થોરાળામાં થયેલા ફાયરિંગ મામલે મુખ્ય આરોપી ઈમ્તિયાઝ રાઉમા સહિત ૭ ની ધરપકડ કરાઈ, ૨ની શોધખોળ જારી

રાજકોટ,

 

રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર થોરાળા વિસ્તારમાં ફાયરીંગની ઘટના બની હતી. દુધની ડેરી પાસે મનહરપરામાં મોલીન કુરેશી નામના વ્યક્તિ પર મોડીરાતના ફાયરિંગ થયું હતું. ઇમ્તિયાઝ રાઉમા અને તેના સાગરીતો મળી ૮ શખ્સોએ મોલીન કુરેશી પર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં હવામાં ફાયરિંગ કર્યા હતા. ત્યારે પોલીસને જાણ થતા ગણતરીની કલાકોમાં જ ૪ શખ્સોની ઘરપકડ કરવામાં આવી હતી.

ત્યારબાદ આજે વધુ ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજુ ૨ ની શોધખોળ ચાલુ છે. મુખ્ય આરોપી ઈમ્તિયાઝ રાઉમા પર ૧૨ જેટલા ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી હાલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment