ભાભર,
બનાસકાંઠા માં ગત ચોમાસા દરમિયાન આ ચોમાસામાં વરસાદે હાથતાળી આપી હતી. જેમાં સરહદી અને અંતરિયાળ ગણાતા ભાભર અને સુઇગામ પંથક ગરમી અને બફારા વચ્ચે લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. જેમાં વરસાદ ના આ બીજા રાઉન્ડમાં જોરદાર ઝાપટા પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જો કે સીઝન દરમિયાન વરસાદ ઓછો હોવાથી ખેડૂતો ને અમુક પાક માં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ આખરે બચી ગયેલા પાક ને જીવતદાન મળતાં ખેડૂતો માં પણ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર