આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા માં ઝાટકામશીનની જગ્યાએ વિજપોલના થાભલેથી ડાયરેક્ટ કરંટ મુકતા એક સ્વાનનુ મોત

હિન્દ ન્યૂઝ , આણંદ 

                                                     ઉમરેઠ તાલુકા પ્રતાપપુરા ગામના સદગુરુ વિસ્તારમાં આવેલ સર્વે નંબર ૦૬ ના માલિક મહિપતસિંહ રતનસિંહ ચૌહાણ નામના માથાભારે વ્યક્તિ પોતાના ખેતર ૦૬ ના મારી મહિપતસિંહ ફરતે તારબાધી રાત્રીના સમયે નજીકથી ગયેલા વિજપોલ પરથી ડાયરેક્ટ કરંટ મુકતા હોય છે.

આ બાબતે આજુબાજુના રહિશો એ આવું ન કરવા જણાવ્યું હતું પરંતુ સર્વે નંબર ૦૬ ના માલીક મહિપતસિંહ રતનસિંહ ચૌહાણ માથાભારે હોય અને કોઈનું કહેલું માનતા ન હોય જેથી તેમની વીરુધ કોઈ બોલતું ન હોય પરંતુ આજ રોજ સવારે એક ઘરેલુ પાલતા સ્વાનનુ કમ કમાટી ભર્યું મૃત્યુ થયેલ હોય, જેથી ત્યાંના જાગૃત નાગરીક દ્રારા મીડીયા કર્મીને જાણ કરતા સંપૂર્ણ વિગત સામે આવી હવે આ બાબતે ગામના સરપંચ દ્રારા શું પગલાં ભરવાંમા આવે એ જોવું રહ્યું. શુ આ બાબતે કોઈ પોલીસ ફરીયાદ થસેકે કેમ એ પણ જોવું રહ્યું.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા

Related posts

Leave a Comment