સૌરાષ્ટ્રને ગૌરવ અપાવનાર સોરઠ સુંદરી ચાંદની પરમાર ને ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા આયોજિત આંતર રાષ્ટ્રીય સન્માન સમારોહ માં ભાગ લેવા અપાયું નિમંત્રણ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

તા.01-10-2020, તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ સમારંભ માં બેસ્ટ પ્રોડ્યૂસર અને અભિનેત્રી તરીકે એવોર્ડ મેળવી ને સોરઠ સુંદરી એવી ચાંદની પરમારે સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાયેલ હોય ત્યારે ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા મહિલા વિંગ માં ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે નિમણુંક અપાતા ગુજરાત ને ગૌરવ અપાયેલ છે. અને આગામી નવેમ્બર માસમાં દુબઇ ખાતે આયોજિત આંતર રાષ્ટ્રીય ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ સન્માન સમારોહ માં અતિથિ વિષેશ તરીકે ઉપસ્થિત રહેવા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર વિશ્વકર્મા દ્વારા ખાસ આમંત્રણ પાઠવવામાં આવેલ છે. ત્યારે રાજ્ય માંથી તેમના ચાહકો દ્વારા અભિનંદન વર્ષા થઇ રહેલ છે. સૌ કોઈની જાણીતી આ સોરઠ સુંદરી ચાંદની પરમારે યૂટ્યૂબ ચેનલ દ્વારા શ્રેણીબદ્ધ સામાજિક ફિલ્મો નું નિર્માણ કરીને પોતાના જ અભિનય માં લાખો ગુજરાતી દર્શકોના દિલ જીતનાર આ અભિનેત્રી એ સૌરાષ્ટ્ર અને છેલ્લે ગુજરાત રાજ્ય ને ગૌરવ અપાયેલ છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment