ઈણાજ જિલ્લા પંચાયત ખાતે તા.૨ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

       તા.૦૧, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દ્રારા ૧૦૦૧ જેટલા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઈ-લકાર્પણ, ઈ-ભૂમિપૂજન તથા નંદઘર ઈન્ફોર્મેશન ટ્રેક્રીંગ એપ્લીકેશનનું લોચિંગ, જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને ૨ જી ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગ કાર્યક્રમ યોજાનાર છે. જેના ભાગરૂપે જિલ્લા પંચાયત ભવન ઈણાજ ખાતે તા.૨-૧૦-૨૦૨૦ના રોજ સવારે ૯.૩૦ કલાકે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ચેરમેન પંકજભાઈ ભટ્ટ, ગુજરાત હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડી અને અતિથી વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, કલેકટર અજયપ્રકાશ સહિતના મહાનુભાવો સહભાગી થશે. તેમ આઈ.સી.ડી.એસ.ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment