ગીર સોમનાથ જિલ્લામા ૨૬૫૦ લાભાર્થીઓએ આયુષ્યમાન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિ:શુલ્ક સારવારનો લાભ લીધો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

તા.૦૧, ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૧૮થી ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અમ્રુતમ અને મુખ્યમંત્રી અમ્રુતમ વાત્સલ્ય યોજના કાર્યરત છે. આયુશ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે લાભ પરિવારને મળવા પાત્ર છે. તેઓને તા. ૦૧/૦૩/૨૦૧૯ થી મા યોજનામા પણ લાભ મળે છે. ઉપરોક્ત બન્ને યોજનામા ક્ન્સ્લ્ટ્ન્સી ફી, રિપોર્ટ, ઓપરેશન ચાર્જ, દવાઓ, યોજનામા સારવાર લીધા બાદ ઘરે જવા માટે રૂ.૩૦૦ ભાડુ ચુકવવા સહિતનો સમાવેશ નિ:શુલ્ક કરવામા આવેલ છે. ગીર સોમનાથ જિલ્લામા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ૧.૮૦.૭૬૦ જેટલા લાભાર્થીને લાભ મળવા પાત્ર છે. જેમાથી બે વર્ષ પુર્ણ થતા ૨૬૫૦ લાભાર્થીઓએ સારવાર મેળવી ચુક્યા છે. જે પરિવારોનુ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સમાવેશ નથી તેવોને મા યોજના હેઠળ આવરી લીધેલ છે જેથી તેઓને પણ નિ:શુલ્ક લાભ મેળવી શકશે.

AB – PMJAY મા પરિવારનુ નામ છે કે નહી તે કેવી રીતે જાણી શકાય ?

https://mera.pmjay.gov.in/search/login , ગ્રામ પંચાયત મારફતે, પ્રાથમિક આરોગ્ય કેંન્દ્ર, યોજના સાથે જોડાયેલી કોઇપણ હોસ્પિટલો માથી તેમજ વડાપ્રધાન દ્વારા લાભાર્થીંને મોક્લવામા આવેલ પત્ર દ્વારા જાણી શકાય છે. લાભાર્થી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનુ કાર્ડ યોજના સાથે જોડાયેલ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ, કોમન સર્વિસ સેન્ટર તથા ઇ – ગ્રામ સેન્ટર ખાતે રૂ. ૧૫ અને કોમન સર્વિસ સેન્ટર પર રૂ. ૩૦ જેટલો ચાર્જ સરકાર દ્વારા નક્કી કરાયેલ છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment